Friday, March 18, 2011

રંગોનો ઉત્સવ હોળી

એ આવ્યો રંગોનો ઉત્સવ હોળી. હોળી એ વસંત રૂતુ ને આવકરવાનો અવસર છે. ફાગણ મહીનાની પુર્ણિમાં ને દિવસે હોળી પ્રગટાવવામા આવે છે. હોળીના દિવસે લાકડા તેમજ  છાણા અને બળતણની સામગ્રી એકત્ર કરી મંત્રોચ્ચાર સાથે અગ્નિમાં સામગ્રી પધરાવે.શુભમુહર્ત માં હોળી પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે.લોકો પાણી નો લોટો ભરીને પાણી રેડતા રેડતા પ્રદક્ષિણા કરે છે.ધાણી,ખજુર,શ્રીફળ  હોળી માં પધરાવે છે.આખા દિવસ નો ઉપવાસ કરીને,પૂજન કાર્ય પછી રાત્રે ભોજન કરે છે
ફાગણ સુદ પૂનમે ડાકોરમાં અનેરો ઉત્સવ  ઉજવાય છે.પૂનમે રાજારાયરણછોડ ડાકોર માં સાક્ષાત બિરાજે છે,લાખો લોકો પૂનમે ડાકોર તેમના દર્શને આવે છે.
રંગ મા રંગાઇને મસ્ત થવાનો અવસર છે. ગુજરાત મા હોળીના બીજે દિવસે એટલે કે ધુળેટી ના દિવસે એકબીજા ઉપર રંગ લગાડવામાં આવે છે. 
હોળી એ ખરાબ પર સારા કર્મનો વિજય છે. એવી લોકવાયકા છે કે રાક્ષસ હિરાણ્યકશ્ય્પ ની બહેન હોલીકા ને એવું વરદાન હતુ કે અગ્નિ તેને બાળિ શકશે નહિ. હિરાણ્યકશ્ય્પ નો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુ નો પરમ ભક્ત હતો. હિરાણ્યકશ્ય્પ તેને સમાપ્ત કરી દેવા માટે પ્રહલાદ ને હોલિકા ના ખોળામા બેસાડી અગ્નિમા પ્રવેશ કરાવે છે. સૌના આશ્ચર્ય વચ્ચે હોલિકા બળી જાય છે અને પ્રહલાદ નો વાળ પણ વાંકો થતો નથી.
હોળી આમ તો પૂરા ભારત નો ઉત્સવ છે પરંતુ રાધાજી ના નગર બરસાના માં ઉજવાતી લટ્ઠમાર હોળી ખુબ પ્રખ્યાત છે.
આજકાલ તો હોળીમા શહેર ના આતંકવાદીઓ હાથ મા પાણી ભરેલ પ્લાસ્ટિકની થેલી અને રંગ લઈને એક અથવાડિયા અગાઉથીજ આવતા જતા રાહદારીઓ પર ફેંકવાનુ ચાલુ કરી દે છે.હોળી ના નામે થતો પાણીનો બગાડ ખુબ વ્યથિત કરનારો છે. મારા મતે આજના સમયે બચાવેલું એક એક ટીંપુ પાણી ભવિષ્ય મા સોના સમાન પુરવાર થશે, તો આવો સંકલ્પ કરિયે બને એટલા ઓછા પાણી નો ઉપયોગ હોળી રમવામા કરશુ અને જો તિલક હોળી નો વિચાર અમલમા મુકશુ તો તેનથી રૂડું બીજુ કાંઈ નથી.

Wednesday, March 16, 2011

જાપાન માં સંકટ





૧૧ મી માર્ચ શુક્રવાર બપોરના ૨:૪૬ વાગ્યે જાપાન માં રિક્ટર સ્કેલ ૯ નો ભુકંપ આવ્યો. તેન થી દરિયા માં સુનામી આવી અને ન્યુક્લિયર રિએક્ટર માં ધડાકો થયો.જાપાન માં આવેલ આ ભુકંપ દરિયા ની સપાટી થી ૨૪.૩ કિમી નીચે અને નજીકના હોન્સુ શહેર ના કિનારા થી ૧૩૦ કિમી દૂર થયો હતો.ભુકંપ થી પરિણમેલ સુનામી ના મોજા ૩૦ ફુટ સુધીની ઉંચાઇ ધરાવતા હતા. આ મોજા સેંડાઇ બંદર ના કિનારે અથડાયા હતા અને તેનાથી ઉત્તર પુર્વ જાપાન પર ખુબ માઠી અસર પડી હતી.
ચોતરફ બરબાદી નો માહોલ રચયો છે, ભુંકપગ્રસ્ત શહેરોમા મોટા ભાગના મકાનો પડી ગયા છે.શહેરોમાં ઠેર ઠેર આગ લાગી જવાના બનાવો બન્યા છે.

ફુકુશિમા ન્યુક્લિયર પ્લન્ટ માં વિજળી નો પુરવઠો ખોરવાઇ જવાથી ૩ રિએક્ટર માં વિસ્ફોટ થયા છે અને વાતાવરણ માં પરમાણુ રેડિયેશન ફેલાઇ રહ્યુ છે. 

Monday, September 20, 2010

સફળ  જીવનની એકાવન જડીબુટ્ટીઓ

1. જોયા કરો જતું કરો
2.  ક્યાં જવું છે એ પહેલાં નક્કી કરો
3.  સત્યની સાથે ઓતપ્રોત રહો
4.  નિંદા આપણા આનંદની બાદબાકી છે
5. આત્મવિશ્વાસ વધારવો છે ? સ્વતંત્રપણે વિચારવાનું અને એ પ્રમાણે વર્તવાની ટેવ રાખો.
6. ગુમાવ્યાનો કદી અફસોસ કરવો નહી.
7.  ધીરજ અને ધૈર્ય સાથે રહો.
8. તમારે સફળ થવું છે તો સફળતાના વિચારો કરવાની ટેવ પાડો.
9..નિરાશા ને ઓખવાની કોશિશ કરો  
10.ભુલ ને હમેશા સુધારો .


11આવેલ તક ને ઓખીને ઝડપિ લો.
12 વિનયી બનો .
13. બહારથી નહિ અંદરથી બદલવાની કોશિશ કરો . બધી સમસ્યાઓ દુર ભાગશે.
14.સખત પરિશ્રમ -સફતાની ચાવી છે
15 મારાપણુ ખંખેરી નાખો
16. જાતનો દોષ જોવો, જગત નો નહિ.
17. સમય મળે તો બીજાના જીવન મા રસ લો.
18. પ્રત્યેક ક્ષણમા જીવો.
19 ઇર્ષા આપણો વિકાસ અટકાવે છે.
20.અમુક હદ થી વધારે સહેવુ એ સદગુણ ન ગણવો.

21.પૈસા થી સગવડતા મળે , પુણ્યથી સલમતી મળે
22. આપણી શ્રેષ્ઠતાનું સંપતિ નહી, સંસ્કાર છે
23.આપણી ચિંતા જ આપણને મારે છે, કામ નહી.
24.સમયને અનુરૂપ બનો.
25.સ્વભાવને હસમુખો રાખો.
26. મંદિર હ્રદય માં છે.
27.ધન નો લાભ, માન મેળવવાની લાલસા, લોકપ્રિય થવાની આકાંક્ષા થી દુર રહેવુ.
28.ગઈકાલની ભુલો અને આવતીકાલનો ભય- જો જો તમારી આજ બગડે નહી.
29.જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી કઈ રીતે જીવવુંએ શીખતા રહો.
30.સાથે ભેગા મળવું એ શરુઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ અને ભેગા કામ કરવું એ સફળતા છે.

31.શું આપો છો એ મહત્વનું નથી, પરંતુ આપો એ મહત્વનું છે.
32.બીજાને સાંભળવા હંમેશા તૈયાર રહો.
33.કાર્ય ને વંહેચો, કાર્ય ને કરાવો, કાર્ય નું વિભાજન કરો
34.પ્રોજેક્ટ માં દરેક નો સમાવેશ રાખો.
35.સાથીઓમાં રહેલી શક્તિને ઝડપી લો, તેમને ઉચીત સ્થાન આપો.
36.સામે વાળી વ્યક્તિને માન સહિત નામ થી બોલાવો.
37.સામેની વ્યક્તિ તમારી વાતમા હા પાડે તે રીતે વાત કરો.
38.તમારૂ વલણ સામે ની વ્યક્તિ ને બચાવવાનું, હકારાત્મક રાખો.
39.કોઇની અવગણના કરશો નહી.
40.આપેલા વચનને હંમેશા પાળી બતાવો.

41.બીજાનું સુચન શુભ માની સ્વીકારો.
42.બીજાની કદર કરતા શીખો, બિજાના કાર્યને બિરદાવો.
43.વિશ્વાસ પાત્ર બનો.
44.ક્યારેક પણ પ્રસંગે મિજાજ ગુમાવશો નહી.
45.જે નાની નાની વાતમાં ખોટું લગાડે તેને મિત્ર ન બનાવશો.
46.કડવી ક્ષણોને ગળવાની ટેવ પાડો એ ઔષધિ સમાન છે.
47.અંતે આપણે રાખ છીએ તે અંતરમા ઘુંટી રાખવું.
48.જેમા ફેરફાર નથી તેની કદિ ફરિયાદ નથી.
49.બીજાનુ સારૂ જોઇ બળશો નહિ, પોતાનુ નબળુ ગણશો નહિ.
50.Let Go નામનો શબ્દ કન્ઠસ્થ કરવો તે શન્તિ ને આમંત્રણ આપે છે.
51.તમારી પ્રશંસા કરનાર ને એક કાને થી સાંભળો, ટીકા કરનાર ને બંને કાને થી સાંભળો.