Friday, March 18, 2011

રંગોનો ઉત્સવ હોળી

એ આવ્યો રંગોનો ઉત્સવ હોળી. હોળી એ વસંત રૂતુ ને આવકરવાનો અવસર છે. ફાગણ મહીનાની પુર્ણિમાં ને દિવસે હોળી પ્રગટાવવામા આવે છે. હોળીના દિવસે લાકડા તેમજ  છાણા અને બળતણની સામગ્રી એકત્ર કરી મંત્રોચ્ચાર સાથે અગ્નિમાં સામગ્રી પધરાવે.શુભમુહર્ત માં હોળી પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે.લોકો પાણી નો લોટો ભરીને પાણી રેડતા રેડતા પ્રદક્ષિણા કરે છે.ધાણી,ખજુર,શ્રીફળ  હોળી માં પધરાવે છે.આખા દિવસ નો ઉપવાસ કરીને,પૂજન કાર્ય પછી રાત્રે ભોજન કરે છે
ફાગણ સુદ પૂનમે ડાકોરમાં અનેરો ઉત્સવ  ઉજવાય છે.પૂનમે રાજારાયરણછોડ ડાકોર માં સાક્ષાત બિરાજે છે,લાખો લોકો પૂનમે ડાકોર તેમના દર્શને આવે છે.
રંગ મા રંગાઇને મસ્ત થવાનો અવસર છે. ગુજરાત મા હોળીના બીજે દિવસે એટલે કે ધુળેટી ના દિવસે એકબીજા ઉપર રંગ લગાડવામાં આવે છે. 
હોળી એ ખરાબ પર સારા કર્મનો વિજય છે. એવી લોકવાયકા છે કે રાક્ષસ હિરાણ્યકશ્ય્પ ની બહેન હોલીકા ને એવું વરદાન હતુ કે અગ્નિ તેને બાળિ શકશે નહિ. હિરાણ્યકશ્ય્પ નો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુ નો પરમ ભક્ત હતો. હિરાણ્યકશ્ય્પ તેને સમાપ્ત કરી દેવા માટે પ્રહલાદ ને હોલિકા ના ખોળામા બેસાડી અગ્નિમા પ્રવેશ કરાવે છે. સૌના આશ્ચર્ય વચ્ચે હોલિકા બળી જાય છે અને પ્રહલાદ નો વાળ પણ વાંકો થતો નથી.
હોળી આમ તો પૂરા ભારત નો ઉત્સવ છે પરંતુ રાધાજી ના નગર બરસાના માં ઉજવાતી લટ્ઠમાર હોળી ખુબ પ્રખ્યાત છે.
આજકાલ તો હોળીમા શહેર ના આતંકવાદીઓ હાથ મા પાણી ભરેલ પ્લાસ્ટિકની થેલી અને રંગ લઈને એક અથવાડિયા અગાઉથીજ આવતા જતા રાહદારીઓ પર ફેંકવાનુ ચાલુ કરી દે છે.હોળી ના નામે થતો પાણીનો બગાડ ખુબ વ્યથિત કરનારો છે. મારા મતે આજના સમયે બચાવેલું એક એક ટીંપુ પાણી ભવિષ્ય મા સોના સમાન પુરવાર થશે, તો આવો સંકલ્પ કરિયે બને એટલા ઓછા પાણી નો ઉપયોગ હોળી રમવામા કરશુ અને જો તિલક હોળી નો વિચાર અમલમા મુકશુ તો તેનથી રૂડું બીજુ કાંઈ નથી.

Wednesday, March 16, 2011

જાપાન માં સંકટ





૧૧ મી માર્ચ શુક્રવાર બપોરના ૨:૪૬ વાગ્યે જાપાન માં રિક્ટર સ્કેલ ૯ નો ભુકંપ આવ્યો. તેન થી દરિયા માં સુનામી આવી અને ન્યુક્લિયર રિએક્ટર માં ધડાકો થયો.જાપાન માં આવેલ આ ભુકંપ દરિયા ની સપાટી થી ૨૪.૩ કિમી નીચે અને નજીકના હોન્સુ શહેર ના કિનારા થી ૧૩૦ કિમી દૂર થયો હતો.ભુકંપ થી પરિણમેલ સુનામી ના મોજા ૩૦ ફુટ સુધીની ઉંચાઇ ધરાવતા હતા. આ મોજા સેંડાઇ બંદર ના કિનારે અથડાયા હતા અને તેનાથી ઉત્તર પુર્વ જાપાન પર ખુબ માઠી અસર પડી હતી.
ચોતરફ બરબાદી નો માહોલ રચયો છે, ભુંકપગ્રસ્ત શહેરોમા મોટા ભાગના મકાનો પડી ગયા છે.શહેરોમાં ઠેર ઠેર આગ લાગી જવાના બનાવો બન્યા છે.

ફુકુશિમા ન્યુક્લિયર પ્લન્ટ માં વિજળી નો પુરવઠો ખોરવાઇ જવાથી ૩ રિએક્ટર માં વિસ્ફોટ થયા છે અને વાતાવરણ માં પરમાણુ રેડિયેશન ફેલાઇ રહ્યુ છે.